Link to home pageLanguagesLink to all Bible versions on this site
97
પ્રભુ સર્વોચ્ચ રાજકર્તા
1 યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ;
ટાપુઓનો સમૂહ આનંદ પામો.
2 વાદળો અને અંધકાર તેમની આસપાસ છે.
ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે*યહોવાહ ન્યાયીપણું તથા ન્યાય સાથે રાજ્ય કરે છે.
3 અગ્નિ તેમની આગળ ચાલે છે
અને તે તેમની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરે છે.
4 તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું છે;
તે જોઈને પૃથ્વી કાંપી.
5 યહોવાહની સમક્ષ, આખી પૃથ્વીના પ્રભુની સમક્ષ,
પર્વતો મીણની જેમ પીગળી ગયા.
6 આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે
અને સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.
7 મૂર્તિઓની પૂજા કરનારાઓ,
મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ,
ઓ બધી દેવતાઓ! તેમની આગળ પ્રણામ કરો.
8 હે યહોવાહ, તમારાં ન્યાયનાં કાર્યો વિષે
સાંભળીને સિયોન આનંદ પામ્યું
અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ.
9 કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો.
તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારોયહોવાહ દુષ્ટતાને ધિક્કારનારાઓને પ્રેમ કરે છે!
તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે
અને તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
11 ન્યાયીઓને અજવાળાથી
અને જેઓનાં હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરપૂર કરવામાં આવે છે.
12 હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો;
અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરોઆભાર માનો.

<- ગીતશાસ્ત્ર 96ગીતશાસ્ત્ર 98 ->