Link to home pageLanguagesLink to all Bible versions on this site
96
ઈશ્વર:સર્વોચ્ચ રાજા
1 કાળ. 16:23-33
1 યહોવાહની આગળ નવું ગીત ગાઓ;
આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ.
2 યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો;
તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો.
3 વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો,
સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.
4 કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે.
સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.
5 કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે,
પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં.
6 ભવ્યતા અને મહિમા તેમની હજૂરમાં છે.
સામર્થ્ય તથા સૌંદર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
7 લોકોનાં કુળો, યહોવાહની સ્તુતિ કરો,
ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
8 યહોવાહના નામને શોભતું ગૌરવ તેમને આપો.
અર્પણ લઈને તેમના આંગણામાં આવો.
9 પવિત્રતાની સુંદરતાએ યહોવાહને ભજો.
આખી પૃથ્વી, તેમની આગળ કંપો.
10 વિદેશીઓમાં કહો, “યહોવાહ રાજ કરે છે.”
જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવ્યું છે કે તે ખસેડી શકાય નહિ.
તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.
11 આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાઓ;
સમુદ્ર તથા તેનું ભરપૂરીપણું ગાજો.
12 ખેતરો અને તેમાં જે કંઈ છે, તે સર્વ આનંદ કરો.
વનનાં સર્વ વૃક્ષો હર્ષ સાથે
13 યહોવાહની આગળ ગાઓ, કેમ કે તે આવે છે.
તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે.
તે પ્રમાણિકપણે જગતનો
અને વિશ્વાસુપણે લોકોનો ન્યાય કરશે.

<- ગીતશાસ્ત્ર 95ગીતશાસ્ત્ર 97 ->