Link to home pageLanguagesLink to all Bible versions on this site
95
પ્રભુનો જયજયકાર
1 આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ;
આપણા ઉદ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ.
2 આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ;
આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ.
3 કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે
અને તે સર્વ દેવો પર મોટા રાજા છે.
4 તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
પર્વતોનાં શિખરો પણ તેમનાં છે.
5 સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે
અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી.
6 આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ;
આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ.
7 કારણ કે તે આપણા ઈશ્વર છે
અને આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ.
આજે, જો તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!
8 “મરીબાહ*સંઘર્ષમાં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો,
અને જેમ અરણ્યમાં માસ્સાપરીક્ષણ ને દિવસે,
9 જ્યાં તમારા પિતૃઓએ મારી કસોટી કરી
અને તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું.
10 કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો
અને કહ્યું, ‘તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે;
તેઓ મારા માર્ગો જાણતા નથીતેઓ મારા આજ્ઞાઓ પાળ્યા નહિ.’
11 માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા
કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”

<- ગીતશાસ્ત્ર 94ગીતશાસ્ત્ર 96 ->