Link to home pageLanguagesLink to all Bible versions on this site
87
આશીર્વાદિત સિયોન નગર
કોરાના દીકરાઓનું ગીત; ગાયન.
1 નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે.
2 યાકૂબના સર્વ તંબુઓ કરતાં,
સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.
3 હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે.
સેલાહ
4 હું મારા અનુયાયીઓમાં રાહાબ*મિસર દેશ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું.
જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે.
આનો જન્મ ત્યાં થયો હતો.
5 વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો;
અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”
6 યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે,
“આનો જન્મ ત્યાં થયો.”
સેલાહ
7 વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે,
“મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”

<- ગીતશાસ્ત્ર 86ગીતશાસ્ત્ર 88 ->