Link to home pageLanguagesLink to all Bible versions on this site
54
શત્રુઓથી બચાવ માટે પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું માસ્કીલ. ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું, “શું, દાઉદ અમારે ત્યાં સંતાઈ રહેલો નથી?” તે વખતનું.
1 હે ઈશ્વર, તમારા નામે મને બચાવો
અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
2 હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો;
મારા મુખની વાતો પર કાન ધરો.
3 કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે
અને જુલમગારો મારો જીવ લેવા મથે છે;
તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી.
4 જુઓ, ઈશ્વર મારા મદદગાર છે;
પ્રભુ જ મારા આત્માનાં આધાર છે*જેઓ મારી જિંદગી જાળવી રહ્યાં છે તેમની સાથે ઈશ્વર છે.
5 તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે;
તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો.
6 હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ;
હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે.
7 કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે;
મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.

<- ગીતશાસ્ત્ર 53ગીતશાસ્ત્ર 55 ->