Link to home pageLanguagesLink to all Bible versions on this site
29
આંધીમાં ઈશ્વરનો અવાજ
દાઉદનું ગીત.
1 હે પરાક્રમી યહોવાહના દીકરાઓ, તમે તેમની સ્તુતિ કરો;
ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
2 યહોવાહના નામનું ગૌરવ તેમને આપો;
પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાહની સ્તુતિ કરો.
3 યહોવાહનો સાદ સાગરો પર ગાજે છે;
ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે,
યહોવાહ ઘણા પાણી પર ગર્જના કરે છે.
4 યહોવાહનો અવાજ સમર્થ છે;
યહોવાહનો અવાજ માહાત્મ્યથી ભરપૂર છે.
5 યહોવાહનો અવાજ દેવદારોને ભાંગી નાખે છે;
યહોવાહ લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
6 તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ
લબાનોન તથા સીર્યોનને કુદાવે છે.
7 યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે.
8 યહોવાહનો અવાજ અરણ્યને ધ્રૂજાવે છે;
યહોવાહ કાદેશના અરણ્યને ધ્રૂજાવે છે.
9 યહોવાહના અવાજથી હરણીઓના ગર્ભ ગળી જાય છે*યહોવાહના અવાજથી ઓક વૃક્ષ પવનથી હાલે છે;
ઝાડીઓનાં ડાળાપાંખડાં તૂટી પડે છે;
પણ તેમના પવિત્રસ્થાનમાં સર્વ લોકો કહે છે, “તેમને મહિમા હો!”
10 યહોવાહ જળપ્રલય સમયે બિરાજમાન હતા;
યહોવાહ સદા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
11 યહોવાહ પોતાના લોકોને સામર્થ્ય આપશે;
યહોવાહ પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.

<- ગીતશાસ્ત્ર 28ગીતશાસ્ત્ર 30 ->