Link to home pageLanguagesLink to all Bible versions on this site
24
મહાન રાજા
દાઉદનું ગીત.
1 પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે,
જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે.
2 કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે
અને નદીઓ પર તેને સ્થાપન કરી છે.
3 યહોવાહના પર્વત*આ પર્વત પર મંદિર બાંધવામાં આવ્યું હતું. લોકો સિયોન પર્વત ચઢીને મંદિરમાં પ્રવેશતા હતા અને ઈશ્વરની ઉપાસના કરતા હતા. પર કોણ ચઢી શકશે?
તેમના પવિત્રસ્થાનમાં કોણ પ્રવેશ કરશે?
4 જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે;
જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી
અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે.
5 તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે
અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે.
6 હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે
તેઓની પેઢી આ છે.
સેલાહ.
7 હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો;
હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ,
કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!
8 ગૌરવવાન રાજા તે કોણ છે?
યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.
9 હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો;
હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ,
કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!
10 આ ગૌરવવાન રાજા તે કોણ છે?
યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ
ગૌરવવાન રાજા છે.
સેલાહ.