Link to home pageLanguagesLink to all Bible versions on this site
138
આભારની પ્રાર્થના
દાઉદનું (ગીત.)
1 હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ;
હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ.
2 હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ
તમારી કૃપા તથા સત્યતાને લીધે*તમારા નામ તથા આજ્ઞાને લીધે હું આભાર માનીશ હું તમારા નામનો આભાર માનીશ.
3 મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;
તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે.
4 હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે,
તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
5 તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે,
કારણ કે યહોવાહનો મહિમા મહાન છે.
6 જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે,
પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે.
7 જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો;
મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો
અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે.
8 યહોવાહ અંત સુધી મારી સાથે છે;
હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે;
તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ.

<- ગીતશાસ્ત્ર 137ગીતશાસ્ત્ર 139 ->