Link to home pageLanguagesLink to all Bible versions on this site
129
પ્રભુએ સંભાળેલી ઇઝરાયલ પ્રજા
ચઢવાનું ગીત.
1 ઇઝરાયલ કહો કે,
“તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”
2 “મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે,
તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ.
3 મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે;
તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે.
4 યહોવાહ ન્યાયી છે;
દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે*યહોવાહ દુષ્ટોના બંધનોથી બચાવે છે.”
5 સિયોનને ધિક્કારનારા બધા
અપમાનિત થાઓ અને પાછા ફરો.
6 તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ
કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,
7 જેથી કાપનાર પોતાનો હાથ
અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
8 તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
“યહોવાહનો આશીર્વાદ તમારા પર હો;
યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”

<- ગીતશાસ્ત્ર 128ગીતશાસ્ત્ર 130 ->