Link to home pageLanguagesLink to all Bible versions on this site
120
સંકટમાં સહાય
ચઢવાનું ગીત.
1 મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો
અને તેમણે મને ઉત્તર આપ્યો.
2 હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે
અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
3 હે કપટી જીભ, તને તો તે શું કરશે?
અને તારા તે શા હાલ કરશે?
4 તને યોદ્ધાઓ*મજબૂત માણસ તીક્ષ્ણ બાણોથી વીંધશે,
અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
5 મને અફસોસ છે કે હું મેશેખમાંકાળો સમુદ્ર અને કેસ્પિયન સમુદ્ર વચ્ચેનું ક્ષેત્ર રહું છું;
અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
6 જે શાંતિ પર દ્વેષ રાખે છે
તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
7 હું શાંતિ ચાહું છું,
પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.

<- ગીતશાસ્ત્ર 119ગીતશાસ્ત્ર 121 ->