Link to home pageLanguagesLink to all Bible versions on this site
110
અભિષિક્ત રાજા
દાઉદનું ગીત.
1 યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”
2 યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો;
તારા શત્રુઓ પર રાજ કર.
3 તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે
પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો;
તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.
4 યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ:
તમે મલ્ખીસદેકના*જુઓ હિબ્રૂ 5:6, 6:20, 7:17, 21 ધોરણે,
સદાને માટે યાજક છો.”
5 પ્રભુ તમારે જમણે હાથે છે.
તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે.
6 તે દેશોનો ન્યાય કરશે;
તે ખીણોને મૃતદેહોથી ભરશે;
તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે.
7 તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે
અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે.

<- ગીતશાસ્ત્ર 109ગીતશાસ્ત્ર 111 ->