2 જે પ્રદેશો હજી બાકી રહ્યા છે તે આ છે: પલિસ્તીઓનો અને ગશૂરીઓનો આખો વિસ્તાર. 3 જે મિસરની પૂર્વમાં શિહોરથી, ઉત્તરે એક્રોનની સરહદ સુધી. તે કનાનીઓની સંપત્તિ ગણાય છે; પલિસ્તીઓના પાંચ શાસકો ગાઝીઓ, આશ્દોદીઓ, આશ્કેલોનીઓ, ગિત્તીઓ અને એક્રોનીઓનો જે આવ્વીઓના પ્રદેશ છે.
4 દક્ષિણમાં, આવ્વીઓનો પ્રદેશ, કનાનીઓનો આખો પ્રદેશ અને સિદોનીઓના મારા અને અફેક સુધી એટલે અમોરીઓની સરહદ સુધી; 5 ગબાલીઓનો દેશ, પૂર્વ તરફ લબાનોન એટલે હેર્મોન પર્વતની તળેટીમાંના બાલ-ગાદથી હમાથ સુધી.
6 લબાનોનથી તે દૂર સુધી મિસ્રેફોથ-માઇમ સુધી પર્વતીય દેશના સઘળાં રહેવાસીઓ એટલે સિદોનના સઘળાં લોકો સહિત તેઓને હું ઇઝરાયલના સૈન્યની આગળથી કાઢી મૂકીશ. પણ યાદ રાખ કે મેં જેમ તને આજ્ઞા આપી છે તેમ તે દેશ ઇઝરાયલીઓને વારસા તરીકે તેમનાં કુળ પ્રમાણે વહેંચી આપ. 7 નવ કુળોને તથા મનાશ્શાના અર્ધ કુળને આ દેશ વારસામાં ફાળવી આપ.”
10 સીહોનનાં બધાં નગરો, અમોરીઓનો રાજા, જે હેશ્બોનમાં રાજ કરતો હતો તેના સઘળાં નગરો, આમ્મોનીઓની સરહદ સુધી; 11 ગિલ્યાદ, ગશૂરીઓનો તથા માખાથીઓનો વિસ્તાર, આખો હેર્મોન પર્વત અને આખા બાશાનથી સાલખા સુધી; 12 બાશાનના ઓગનું આખું રાજ્ય, જે આશ્તારોથ અને એડ્રેઇમાં રાજ કરતો હતો આ જે રફાઈઓમાંના બાકી રહેલા હતા તેઓને મૂસાએ તલવારથી મારીને હાંકી કાઢ્યાં હતા.
13 પણ ઇઝરાયલના લોકોએ ગશૂરીઓને કે માખાથીઓને કાઢી મૂક્યા નહિ. તેના બદલે, ગશૂરીઓ અને માખાથીઓ આજ દિન સુધી ઇઝરાયલ મધ્યે રહ્યા.
14 કેવળ લેવીના કુળને મૂસાએ વારસો આપ્યો નહિ. જેમ યહોવાહ મૂસા*તેઓનેને કહ્યું હતું તેમ “ઇઝરાયલના પ્રભુ, યહોવાહને અપાયેલા અર્પણો જે અગ્નિથી કરવામાં આવે છે,” તે જ તેઓનો વારસો છે.
17 રુબેનીઓને આ પણ પ્રાપ્ત થયું એટલે, હેશ્બોન તથા પર્વતીય પ્રદેશમાંનાં તેના સર્વ નગરો, દીબોન, બામોથ-બાલ તથા બેથ-બાલમેઓન, 18 યાહસા, કદેમોથ તથા મેફાથ, 19 કિર્યાથાઈમ, સિબ્માહ, ખીણના પર્વત પરનું સેરેથ-શાહાર.
20 બેથ-પેઓર, પિસ્ગાહના ઢોળાવ, બેથ-યશીમોથ, 21 સપાટ પ્રદેશનાં સર્વ નગરો, અમોરીઓના રાજા સીહોનનું આખું રાજ્ય; તે હેશ્બોનમાં રાજ કરતો હતો જેને મૂસાએ માર્યો હતો. અને તે દેશમાં રહેનારા મિદ્યાનના આગેવાનો સાથે, અવી, રેકેમ, સૂર, હૂર, તથા રેબાના શાસકોને અને સીહોનના રાજકુમારોને માર્યા હતા.
22 જેઓને ઇઝરાયલી લોકોએ માર્યા, તેઓમાં બેઓરના દીકરા બલામ શકુન જોનારને પણ તેઓએ તલવારથી મારી નાખ્યો. 23 યર્દન નદી તથા તેનો કાંઠો એ રુબેનીઓના કુળની સરહદ હતી; આ રુબેનીઓના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબ પ્રમાણે એ છે.
27 અને ખીણમાં, બેથ-હારામ તથા બેથ-નિમ્રાહ, સુક્કોથ, અને સાફોન, એટલે હેશ્બોનના રાજા સીહોનનું બાકી રહેલું રાજ્ય, યર્દનનો કિનારો, યર્દન પાર પૂર્વમાં કિન્નેરેથ સમુદ્રના છેડા સુધી મૂસાએ તેઓને આપ્યાં. 28 ગાદપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓના કુટુંબો પ્રમાણે એ છે.
32 યરીખોની પૂર્વ દિશાએ યર્દન પાર, મોઆબના પ્રદેશમાં મૂસાએ વારસા તરીકે સોંપ્યાં તે એ છે. 33 પણ લેવીના કુળને મૂસાએ કંઈ વારસો આપ્યો નહિ. તેણે તેઓને કહ્યું કે, તેઓનો વારસો ઇઝરાયલના પ્રભુ, યહોવાહ, છે.
<- યહોશુઆ 12યહોશુઆ 14 ->- a તેઓને