Link to home pageLanguagesLink to all Bible versions on this site
3
બેવફા પત્ની સામે પતિનો પ્રેમ
1 યહોવાહે મને કહ્યું, “ફરીથી જા, ઇઝરાયલ લોકો બીજા દેવો તરફ વળી જાય છે અને સૂકી દ્રાક્ષોને પ્રેમ કરે છે*પ્રાચીનકાળનાં પૂર્વ દેશોમાં, લોકો દેવોને સૂકા દ્રાક્ષથી બનાવેલા ભાખરી ચઢાવતાં હતા, અને લોકો માનતા હતા કે આવા કહેવાતા દેવતાઓની ઉપાસના કરવાથી તેઓને વિશાલ કાપણી મળશે. છતાં તેમના યહોવાહ તેમના પર પ્રેમ કરે છે તેવી જ રીતે તું તેના પ્રેમીને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી પર પ્રીતિ કર.” 2 તેથી મેં તેને પોતાને માટે પંદર સિક્કા ચાંદી170 ગ્રામ ચાંદી અને સાત મણ જવ150 કિલોગ્રામ આપીને વેચાતી લીધી. 3 મેં તેને કહ્યું, “ઘણા દિવસ સુધી તું મારી સાથે રહેજે. તું વ્યભિચાર કરીશ નહિ, બીજા કોઈ પુરુષની સ્ત્રી થઈશ નહિ. એ જ રીતે હું તારી સાથે છું.”

4 કેમ કે ઇઝરાયલી લોકો ઘણા દિવસો સુધી રાજા વગર, રાજકુમારો વગર, બલિદાન વગર, ભજનસ્તંભ વગર, એફોદ વગર કે ઘરની મૂર્તિઓ વગર રહેશે. 5 ત્યારબાદ ઇઝરાયલી લોકો પાછા આવીને યહોવાહ પોતાના ઈશ્વરની અને પોતાના રાજા દાઉદની શોધ કરશે. અને પાછલા દિવસોમાં તેઓ ભયસહિત યહોવાહની આગળ આવશે અને તેમની ઉદારતાનો આશ્રય લેશે.

<- હોશિયા 2હોશિયા 4 ->