3 કાહાકા આપાબી વિસ્વાસી બોના પેલ્લા, મૂર્ખ, પોરમેહેરા આગના નાંય માનનારા, લોકહાકોય છેતરાય ગીઅલા આતા, એને બોદયે જાત્યે ખારાબ કામે કોઅરાહાટી એને જ્યાહાકોય મોજશોક કોઅતા આતા. આપા આગલ્યા સમયમાય જુઠો વેવહાર કોઅનામાય એને ઈર્ષા કોઅનામાય કાડતા આતા, એને લોક આપહાન નાકાર કોએ, એને આપા લોકહાન નાકાર કોઅજે.
4 બાકી તેરુંબી, આપહે તારણારા પોરમેહેરે ચ્યા દયા એને બોજ હારાં પ્રેમ આપહાન દેખાડયાં. 5 ચ્યાય આપહાન આપહે પાપા સજા મિળનાપાઅને બોચાવ્યા, ઈ યાહાટી નાંય કોઅયા કા આપહાય હારેં કામે કોઅલે આતેં, બાકી યાહાટી કા તો દયાળુ હેય, ચ્યાય પવિત્ર આત્મા દેયને આપહાન બોચાવી લેદા, જ્યાંય આપહે પાપ માફ કોઅયા એને આપહાન નોવા જીવન દેના એને નોવો તરીકાકોય જીવાહાટી મોદાત કોઅઇ.
6 આપહે તારણારા ઈસુ ખ્રિસ્તા લીદે પોરમેહેરાય બોજ થી પવિત્ર આત્માલ આપહેમાય રાંહાટી દોવાડયા. 7 જેથી આપા ચ્યા અનંતજીવન વારસદાર બોનાહાટી આશા થોવી હોકજે, જીં પોરમેહેરાય ચ્યા લોકહાન દાંહાટી વાયદો કોઅલો હેય, એને ચ્યા આમહાન ખાત્રી હેય કાહાકા પોરમેહેરે આપહાન ચ્યા સદા મોયાકોય લાયકે બોનાડલે હેય કાહાકા તો આમહાન ચ્ચા સદા મોયાકોય ગુના વોગાર ઠોરવે.
8 ઈ વાત હાચ્ચી હેય, આંય એહેકેન ઇચ્છા કોઅતાહાંવ કા તું યે વાતહેલ વોદારે જોર દેયને હિકાડ, યાહાટી કા જ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅલો હેય, ચ્ચે બોદે હારાં કામ કોઅતે રોય યો વાતો બોદહાહાટી હાર્યો એને ફાયદા હેય.
14 આપહે વિસ્વાસી લોકહાન હિકાડ, કા હારાં કામ કોઅરાહાટી હિકે તે તી હારાં હેય, જેથી ખાસ જરુરી હેય ચ્યાહાન મોદાત કોઅય હોકે, જેથી યોકબિજાલ ઉપયોગી ઓઅય હોકે.
Languages