1 જોવે ઈસુ દેવાળામાઅને નિંગીન જાં આતો, તોવે ચ્યા શિષ્ય દેવાળા રચના દેખાડાં હાટી ચ્યાપાય યેના. 2 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા ઈ બોદા એએતાહા બાકી, આંય તુમહાન આખહુ, યોકબી દોગાડ પોતે જાગાવોય નાંય છોડી, ચ્યા બોદા નાશ કોઅઇ દી.”
19 ઈ ચ્યે બાયહેહાટી યોક નોવાય લાગે ઓહડો સમય ઓઅરી જ્યો મોયનાવાળ્યો હેય, એને ચ્યો બાયો જ્યો પોહાહાન દુદ પાજી રિઅલ્યો હેય, ચ્યેહેલ નાહરાં બોજ કોઠાણ પોડી. 20 યાહાટી પ્રાર્થના કોઅયા કોઆ કા ઈ બોદા હીયાળામાય નાંય બોને, જોવે મુસાફીર કોઅરા કોઠાણ પોડે, પાછે આરામા દિહી એહે તેહે નાહરાં નાંય પોડે. 21 ચ્યા દિહહામાય લોક બોજ ગંભીર રીતે પીડિત ઓઅરી, જેહેકોય લોકહાય કોદહી ઓહડો સામનો નાંય કોઅલો હેય જોવે પોરમેહેર પેલ્લા દુનિયા બોનાવલા આતા, લોક પાછા એહેકેન પીડિત નાંય ઓઅરી. 22 બાકી પોરમેહેરાય ચ્યા દુ:ખા દિહી ઓછા કોઅઇ દેઅના નિર્ણય લેદલો હેય, નેતે, કાદાબી જીવા બોચાવ નાંય ઓઅતો, બાકી ચ્યા નિવડી લેદલાહા લીદે જ્યાલ ચ્યાય નિવડયાહા, ચ્યા દિહહાલ ઓછા કોઅરી. 23 ચ્યે સમયે તુમહાન યોકતા એહેકેન આખે કા, એઆ, ખ્રિસ્ત ઈહીં હેય, કા એઆ તાં હેય, તોવે તુમા બોરહો મા થોવતા.
24 “કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારાહા ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય. 25 એઆ, માયે તુમહાન પેલ્લાજ ઈ બોદા ઓઅરી ચ્યા બારામાય આખી દેનહા. 26 યાહાટી જોવે ચ્યે તુમહાન એહેકેન આખરી, ‘એઆ, તો ઉજાડ જાગામાય હેય,’ તે બારે નાંય નિંગી જાઅના, યા ‘એઆ, તો ખોલ્યેમાય હેય’, તે ચ્યાહાવોય બોરહો નાંય કોઅના.”
27 કાહાકા જેહેકોય વીજળી દિહી ઉદ્યા પાયને નિંગીન દિહી બુડતા લોગુ ચમકેહે, તેહેકોયજ માઅહા પોહા બી યેયના ઓઅરી. 28 જાં મુરદાં હેય તાંજ ગીદ બેગા ઓઅતાહા.
36 યો વાતો કોઅયેહે ગેડયે એને કોઅહે દિહયે ઓઅરી કાદાજ નાંય જાંએ, નાંય હોરગા દૂત જાંએ, નાંય પોરમેહેરા પોહો જાંએ, બાકી આબહોજ ઓ દિહી એને ઈ ગેડી જાંએ. 37 જેહેકોય નોહા દિહી આતા, તેહેકેન માઅહા પોહા યેયના બી ઓઅઇ. 38 કાહાકા જેહેકોય રેલ યેઅના પેલ્લા દિહીહયામાય, જોદીહી લોગુ નોહો ઉડીમાય નાંય ચોડયેલ, ચ્યા દિહયા લોગુ લોક ખાં-પિયાં આતા, એને ચ્યા વોરાડે બી કોઅતા આતા. 39 એને જાંઉ લોગુ રેલ યેઇન ચ્યાહાન વોવાડી નાંય લી ગીયી, તાંઉલોગુ ચ્યાહાન કાંઇજ ખોબાર નાંય પોડ્યા, તેહેકોયજ માઅહા પોહા બી યેઅના ઓરી. 40 ચ્યા સોમાયામાય બેન માઅહે રાનામાય રોય, યોક લેય લેવામાય યી એને બિજાં છોડી દેવામાય યી. 41 બેન થેએયો ગોઅટયે બોહીન દોળી, ચ્યેહેમાઅને યોક લેય લેવામાય યી એને બીજી છોડી દેવામાય યી. 42 યાહાટી ઈસુય શિષ્યહાન આખ્યાં કા, તુમા નાંય જાંએ કા પ્રભુ કોવે પાછો યી. 43 બાકી ઈ જાંઆય લીયા કા જો ગાઆ માલિકાલ એહેકોય માલુમ રોતા કા બાંડ કોઅહે વેળાયે યી, તે તો જાગતો રોતો, એને પોતે ગોઆમાય ચોરી નાંય ઓઅરા દેતો. 44 યાહાટી તુમાબી તિયાર રા, કાહાકા જ્યેં વેળાયે બારામાય તુમા જાંએબી નાંય, ચ્યે વેળાયે માઅહા પોહો યેય જાય.
45 “આમીં: બોરહાવાળો એને બુદ્ધિમાન ચાકાર કું હેય, જ્યાલ માલિકાય પોતાના નોકાર-ચાકારાવોય કારબારી બોનાડયોહો, કા તો વેળાયે વોય ચ્યાહાન ખાઅના દેય? 46 ધન્ય હેય, તો ચાકાર, જ્યાલ માલિક યેઇન એહેંજ કોઅતો એએ. 47 આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, તો ચ્યાલ ચ્યા પોતાની બોદી મિલકાત્યે ઓદિકારી બોનાડી દી. 48 બાકી જોવે મૂર્ખ ચાકાર એહેકેન વિચાર કોઆ લાગે કા, મા માલિકા યેયના આજુ વાઆ હેય. 49 એને પોતાના ચાકારાહાન માર ઠોકાં લાગે, એને પીનારાહા આરે ખાય-પિયે. 50 તોવે તો ચ્યા ચાકારા માલિક પાછો યી, જોવે તો ચ્યા વાટ નાંય જોવે, એને ઓહડા સોમાયા જ્યા બારામાય તો જાંઆય બી નાંય. 51 તોવે તો ચ્યાલ બોજ કોઠાણ સાજા દેયન, એને ચ્યા ભાગ ડોંગ્યા લોકહાઆરે ગોણવામાય યી: જાં રોડના એને દાત કોકડાવના હેય.”
<- માથ્થી 23માથ્થી 25 ->
Languages