1 તોવે શિષ્યહાય ઈસુવાપાય યેઇન પુછ્યાં કા, “પોરમેહેરા રાજ્યામાય કું મોઠો રોય.” 2 તોવે ઈસુય યોકા પાહાલ ચ્યાહા પાહી હાદિન વોચમાય ઉબો કોઅયો, 3 એને ઈસુવે આખ્યાં, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, જાંઉ લોગુ તુમા બદલાયન એને પાહા રોકા નાંય ઓઈ જાહા, તુમા હોરગા રાજ્યામાય જાય નાંય હોકહા. 4 જો કાદો પોતાલ પાહાહા હારકો નમ્ર કોઅરી, તોજ હોરગા રાજ્યમાય મોઠો ઓઅરી. 5 એને જો કાદો મા નાવામાય યોક ઓહડા પાહાલ માનહે, તો માન માની લેહે.
6 કાદાહાટીબી, પોતે ગોગ્યેમાય ગોઅટયે પુડ બાંદિન દોરિયામાય બુડવી દેયના ખારાબ સાજા હેય, બાકી જોવે કાદોબી યા વાહનાહામાઅને માયેવોય બોરહો રાખતેહેં, ચ્યાહા પાપ કોઅના કારણ બોને તે ચ્યાલ યા કોઅતીબી ખારાબ સાજા મિળી. 7 પાપ કોઅનારા લેદે દુનિયા હારાપી હેય, પાપ કોઅના ઓઅઇ હોકહે, બાકી જ્યા માઅહા લીદે પાપ કોઅહે ચ્યાલ ખારાબ સાજા મિળી.
8 પાપ કોઅના બોદે કારણે બોંદ કોઆ ચ્યાલ પુરીરીતે મોનાઈ કોઆ જેહેકોય કા પોતે પાગ કાપી રીઅલા હેય, જો તુમહે પાપ કોઅના કારણ બોનહે, જોવે તુમા હોરગામાય જાતહેં, ભલે તુમહેપાય યોક પાગ હેય તીં હારાં હેય, બાકી તુમહેપાય બેન આથ એને બેન પાગ હેય એને તુમા નરકા કોળ્યેમાય જાહા, તે તી ખારાબ હેય. 9 પાપ કોઅના બોદે કારણે દુઉ કોઆ ચ્યાલ પુરીરીતે મોનાઈ કોઆ જેહેકોય કા પોતે ડોળો બાઆ કાડી દે, જો તુમહે પાપ કોઅના કારણ બોનહે, જોવે તુમા પોરમેહેરા રાજ્યામાય જાતહેં, ભલે તુમહેપાય યોક ડોળો હેય તી હારાં હેય, બાકી તુમહેપાય બેન ડોળા હેય એને તુમા નરકા કોળી જાહા, તે તી ખારાબ હેય.
10 “હાચવીન રા, કા યા વાહાનાહા માઅને કાદાલ નોકામ્યા મા ગોણતા, કાહાકા તુમહાન આંય હાચ્ચાં આખતાહાવ, હોરગામાય ચ્યા હોરગા દૂત મા આબહા આરે કાયામ રોતહા. 11 કાહાકા આંય, માઅહા પોહો ટાકાઇ ગીઈલાહાન બોચાવાં યેનહો.”
12 તુમહાન કાય લાગહે? યોકતા પાય હોવ ગેટેં રોય, એને ચ્યાહામાઅને યોક ટાકાઇ જાય, તોવે નોવાણુ ગેટેં છોડીન, ડોગાવોય ટાકાલા ગેટાલ નાંય હોદા જાય કા? 13 “જોવે એહેકેન ઓએ કા તો ચ્યા ગેટાલ મેળવે, તે આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, કા તો નોવાણુ ગેટહા કોય ઓલો ખુશ નાંય ઓઅરી, જોલી ખુશી ચ્યા યોકા ગેટાહાટી ઓઅરી. 14 યાહાટી તુમહે હોરગ્યા આબહા એહેકેન મોરજી નાંય હેય, કા યા વાહાનાહા માઅને યોકબી નાશ ઓઅઇ જાય.”
15 જોવે તુમહેઆરે કાદો હાંગાત્યો વિસ્વાસી તો વિરુદ પાપ કોઅહે, તોવે જાયન યોખલામાંય ચ્યા બુલ હોમજાડી દે, જોવે તો તુમહે આખલ્યા પાળે, તો તુયે ચ્યાલ જીતી લેદહો. 16 બાકી જોવે તો નાંય પાળે, તોવે યોક બેન માઅહાન આરે લેતો જો, યાહાટી કા બોદી વાત બેન તીન સાક્ષીયાહા વાતહે કોઇન સાબિત ઓઅઇ. 17 જોવે તો ચ્યાહાબી નાંય પાળે, તોવે મંડળ્યેલ આખી દે, બાકી જોવે તો મંડળીબી નાંય પાળે, તોવે તુમા ચ્યાઆરે એહેકેન વેવહાર કોઅજા જેહેકોય ગેર યહૂદી એને કર લેનારા આરે કોઅહા.
28 “બાકી જોવે તો ચાકાર બાઆ ગીયો, તોવે ચ્યા હાંગાત્યા ચાકાર માઅને યોક બિજો ચાકાર મિળ્યો તો ચ્યા (૧૦૦ દીનાર) હોવ દિહાહા મોજર્યે પોયહા કોર્જદાર આતો, તોવે ચ્યે ચ્યાલ ગોગ્યેમાય દોઇન આખ્યાં, ‘જીં કાય તોપાય કોરજાં હેય ચ્યાલ તું ચુકાડી દે.’ ” 29 તોવે ચ્યા હાંગાત્યો ચાકાર ચ્યા પાગે પોડીન વિનાંતી કોઅરા લાગ્યો, વાહાયોક ધીર દોઓ આંય તુલ બોદા કોરજાં ચુકતાં કોઅઇ દિહી. 30 બાકી તો નાંય માન્યો, ચ્યે જાયને ચ્યાલ જેલેમાય ટાકી દેનો, કા જાંઉ લોગુ તું કોરજાં ચુકાડી નાંય દેય, તાંઉલોગુ તું ઈહીંજ રો. 31 ચ્યા હાંગાત્યા ચાકારાહાય ઈ દેખ્યાં તોવે ચ્યા બોજ નિરાશ ઓઅઇ ગીયા, એને આપહે રાજાપાય જાયને જીં બોન્યાં તીં બોદાંજ આખી દેખાડયાં. 32 તોવે ચ્યા રાજાય ચ્યાલ હાદિન આખ્યાં, ઓ લુચ્યા ચાકાર, તુયે જીં માન રાવ્યાં કોઅયેલ, તોવે માયે તો બોદા કોરજાં માફ કોઅઇ દેનેલ. 33 તે જેહેકોય માયે તોવોય દયા કોઇન તો કોરજાં માફ કોઅયા, તેહેકોયન કાય તુલબી તો હાંગાત્યા ચાકારાવોય દોયા કોઇન ચ્યા કોરજાં માફ કોઆ નાંય જોજે કા? 34 એને ચ્યા રાજાય બોજ ખિજવાઈન ચ્યાલ ડોંડ દેનારાહા આથામાય હોંપી દેનો, કા તો બોદા કોરજાં જાંઉ લોગુ બોઅઇ નાંય પાડે, તાંઉલોગુ ચ્યાલ ઈહીંજ રાખા.
35 “યેજપરમાણે તુમહેમાઅને જો કાદો પોતે હાંગાત્યા વિસવાશ્યાલ હાચ્ચે મોને પાપ માફ નાંય કોઅઇ, તે મા આબો જો હોરગામાય હેય, તોબી તુમહેઆરે એહેકેનુજ કોઅરી.”
<- માથ્થી 17માથ્થી 19 ->
Languages