1 યોક દિહી કોલહાક મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોક યેરૂસાલેમ શેહેરમાઅને યેનલા આતા, ઈસુપાય બેગો જાયા, યાહાટી પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય ઈસુલ પુછ્યાં. 2 “તો શિષ્ય આમે વડીલાહા પરમ્પરા કાહાનાય માનેત? ચ્યા હારેકોય આથ દોવ્યા વોગાર મેલા આથહા કોય બાખે ખાતહા” 3 ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, તુમા પોરમેહેરા આગના પાળના છોડી દેતહા કા “તુમા તુમહે રીવાજેકોય કામ કોઅઇ હોકે. 4 કાહાકા પોરમેહેરાય આખ્યેલ તો આયહે આબહાલ માન દે, જીં માઅહું આયહે આબહાલ ગાળી દેય, ચ્યાલ હાચ્ચાંજ માઆઇ ટાકવામાય યી. 5 બાકી તુમા આખતાહા કા જીં માઅહું આપહે આબહાલ એહેકેન આખહે, તુમહાન માયે પાયને જીં કાય મિળી હોકતા આતા, તી પોરમેહેરાલ બેટ ચોડવી હોકહ્યા. 6 તે તો ચ્યા આબહા આદર નાંય કોએ, એહેકેન તુમહે વડીલાહા રુડી પાળાહાટી તુમા પોરમેહેરા નિયમશાસ્ત્ર પાળના છોડી દેતહા. 7 ઓ ડોંગી લોકહાય યશાયા ભવિષ્યવક્તાય તુમહે બારામાય હાચ્ચાં આખ્યેલ કા. 8 ચ્યા લોક મા બારામાય બોજ હારાં બોલતાહા બાકી ચ્યા માયેવોય હાચ્ચાં પ્રેમ નાંય કોએત. 9 એને ચ્યાહા ભક્તિ માંહાટી નકામી હેય, કાહાકા ચ્યા માઅહાથી બોનાડલા નિયામાહાન પોરમેહેરા નિયમા રુપામાય લોકહાન હિકાડતાહા.”
15 ઈ વોનાયને પિત્તરાય ઈસુલ આખ્યાં, “આમહાન ઓ દાખલો હોમજાડી દે.” 16 ઈસુવે શિષ્યહાન આખ્યાં, “કાય એહેકેન તુમહાનબી નાંય હોમજાય? 17 કાહાકા તીં ચ્યાહા મોનામાય નાંય જાય, બાકી ચ્યા બુકામાય જાહે, એને પાછે તીં ઝાડાવાટે બાઆ નિંગી જાહે.” 18 માઅહું જીં વિચાર કોઅહે, આખહે એને કોઅહે, તીંજ માઅહાન પોરમેહેરા હામ્મે મેલાં કોઅહે. 19 કાહાકા ચ્યા મોનામાઅરે ખારાબ વિચાર, ખૂન, વ્યબિચાર, લુચ્ચાઈ, ચોરી, જુઠી સાક્ષી, નિંદા ઓહડે બોદે પાપે નિંગતેહે. 20 ઓહડે બોદે પાપ માઅહાન મેલાં કોઅતેહે, બાકી આથ દોવ્યા વોગાર ખાઅના ખાયનાં માઅહાન મેલાં નાંય કોએ.
21 એને ઈસુ તાઅને નિંગીન સુર એને સિદોન નાંવા શેહેરા આજુ-બાજુ વિસ્તારામાય ગીયો. 22 એને એઆ, ચ્યા દેશા યોક કનાની બાય યેની એને બોંબલીન આખા લાગી, “ઓ પ્રભુ દાઉદ રાજા કુળા પોહા, માયે ઉપે દયા કોઓ, મા પોહયેલ બુત બોજ દુ:ખ દેહે.” 23 બાકી ઈસુ ઠાવકોજ રિયો એને કાયજ નાંય બોલ્યો, તોવે ચ્યા શિષ્યહાય ચ્યા પાહાય યેયન વિનાંતી કોઇન આખ્યાં, “એલ્યે થેએયેલ દોવાડી દે, આમે પાહલા બોંબાલતી યેહે.” 24 ઈસુવે જાવાબ દેનો, “પોરમેહેરે માન ઈસરાયેલ દેશા ચ્યા લોકહા પાય દોવાડયો જ્યા ટાકાલા ગેટાહા રોકા હેય.” 25 બાકી તી બાઈ યેની, ચ્યા પાગે પોડીન આખ્યાં ઓ પ્રભુ, માન મોદાત કોઓ. 26 ચ્યાય જાવાબ દેનો કા, “પાહાહા પાયને ખાઅના માગના એને કુતરાહાલ ખાવાડના ઠીક નાંય હેય.” 27 ચ્યે બાઈય આખ્યાં, “હાચ્ચી વાત હેય પ્રભુ, બાકી પાહાહા આથામાયને પોડલા ટુકડાહા ચૂરો કુત્રે ખાતહેં. જીં ચ્યા માલિકા ટેબાલા ઉપેથી પોડલાં રોહે.” 28 તોવે ઈસુવે ચ્યેલ આખ્યાં, “બાઈ તો હાચ્ચો બોરહો હેય, તો માગણી પરમાણે ઓઅઇ જાય.” એને ચ્યે પોહી ચ્યેજ સમયે હારી ઓઅઇ ગીયી.
32 ચ્યા દિહહામાય, બોજ લોક ઈસુ પાહી યેના એને ચોમખી યોક મોઠો ટોળો બેગો જાયો, એને ચ્યાહાપાય ખાઅના નાંય આતા, તોવે ઈસુવે ચ્યા શિષ્યહાન હાદિન આખ્યાં. “માન યા લોકહાવોય દયા યેહે, આમી તીન દિહી જાયહાં, ચ્યા માયેપાંય હેતા, એને ચ્યાહાપાય ખાઅના કાયજ નાંય આતા. ઈહીમાઅને કોલાહાક જાંઆ બોજ દુઉરે યેનહા, જોવે આંય ચ્યાહાન બુખા ગોઓ દોવાડી દાંઉ, તોવે વાટેમાય ચ્યા થાકીન તાંજ ટુટી પોડી.” 33 શિષ્યહાય ઈસુવાલ આખ્યાં કા, “યા ઉજાડ જાગામાય ઓલા બોદા લોકહાન ખાવાડા હાટી કેછને ખાઅના મીળે?” 34 ઈસુવે શિષ્યહાન પુછ્યાં, “તુમહેપાય કોલ્યો બાખ્યો હેત્યો?” ચ્યાહાય આખ્યાં, “આમહાપાય હાંત બાખ્યો હેય એને વોછે વાહને માછલે હેય.” 35 તોવે ઈસુય બોદા લોકહાન દોરત્યેવોય બોહરા આગના દેની. 36 પાછે હાંત બાખે એને માછલે લેદે એને પોરમેહેરા આભાર માનીન બાખ્યેહે ટુકડા કોઇન શિષ્યહાન વાટી દાં આખ્યાં, એને ચ્યાહાય લોકહાન વાટી દેના. 37 લોકહાય ખાદાં એને દારાઈ ગીયે, તોવે શિષ્યહાય હાંત ટોપલ્યો બોઆઈન વોદલા ખાઅના બેગા કોઅયા. 38 ખાનારે પોહેં એને બાયો નાંય ગોણતા, ચાર ઓજાર માટડા આતા. 39 એને લોકહાન છોડીન ઈસુ ઉડીમાય બોહી ગીયો એને માગાદા દેશા વિસ્તારામાય યેનો.
<- માથ્થી 14માથ્થી 16 ->
Languages