1 તોદિહી ઈસુ ગોઅરે નિંગીન દોરિયા મેરે જાયને બોઠો. 2 તોવે ચ્યાપાય બોજ મોઠી ગીરદી બેગી ઓઈ ગીયી, કા તો ઉડીમાય ચોડી ગીયો, એને બોદે માઅહે મેરાવોય ઉબે રિયે. 3 એને ઈસુવે ચ્યાહાન દાખલો દેયન બોજ વાતો હિકાડયો: “યોક ખેડુત, બિયારો પોઆ રાનામાય ગીયો 4 એને પોએ તોવે કોલોહોખાન બિયારો વાટે મેરે પોડયો, એને ચિડેં પોડીન તીં ખાય ગીયે. 5 એને કોલોહોખાન બિયારો ખડકાવાળી જમીનમાય પોડયો, તાં કાદુ ઓછો આતો, ચ્યાહાટી બિઇ તારાતુજ ઉદી નિંગ્યા, કાહાકા તાં કાદુ ઉંડે લોગુ નાંય આતો. 6 બાકી બોપરેહે દિહી ચોડયો એને તીડકો લાગ્યો તોવે તારાત તીં કોમાઈ ગીયા, એને મુળે નાંય બોઠે ચ્યાહાટી તીં ઉખાઈ ગીયા. 7 એને કોલોહોખાન બિયારો કાટાહા જેખરાહામાય પોડયો, એને કાટેં વોદી ગીયે એને દાબાઈ ગીયો. 8 કોલોહોખાન બિયારો હારી જમીનમાય પોડયો, એને હારાં પાક્યા, કોલાહાક તીહી ગોણા, કોલાહાક હાંઈટ ગોણા, કોલાહાક હોવ ગોણા. 9 જ્યા વોનાયા હાટી તિયાર હેય ચ્યા વોનાય લેય.”
10 તોવે શિષ્યહાય ઈસુવા પાહાય યેઇન ચ્યાલ આખ્યાં, “એલહાન તું કાહા દાખલાહામાય નોકીજ હોમજાડતોહો?” 11 ઈસુવે જાવાબ દેનો, “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી વાતો જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યા નાંય જાંએ.” 12 કાહાકા જ્યા પાય હોમાજ હેય, તો વોદારી હોમાજ મેળવી, બાકી જ્યા પાય કાય હોમાજ નાંય મીળે, ચ્યાપાય જીં વોછીબી હોમાજ ઓરી તીં બી ચ્યાપાઅને ખોવાય જાય. 13 આંય ચ્યાહાન દાખલાહા માંયજ હોમજાડતાહાવ, કાહાકા ચ્યા એએયા કોઅતાહા બાકી જાંએ નાંય, એને વોનાતાહા બાકી હોમજેત નાંય. 14 ચ્યાહા બારામાય યશાયા ભવિષ્યવક્તા આખલી ઈ ભવિષ્યવાણી પુરી ઓઅહોય: તુમા કાનાહાકોય તે વોનાયા, બાકી હોમજાહા નાંય; ડોળાહાકોય એએહા, બાકી તુમહાન હુજ નાંય પોડી.
15 કાહાકા યા લોકહા મોન કોઠાણ બોની ગીયહા, એને ચ્યે કાનાહાકોય વોછા વોનાતેહે, એને ચ્યાહાય પોતે ડોળા મીચી લેદહા, કા એહેકેન નાંય ઓએ કા ડોળાકોય એઅતા લાગે, કાનાકોય વોનાતા લાગે, મોનાકોય હોમજે, એને મા એછે વોળી યેય કા આંય ચ્યાહાન હારાં કોઅહુ. 16 બાકી તુમહે ડોળા ધન્ય હેય, કાહાકા ચ્યા એઅતાહા; એને તુમહે કાન ધન્ય કાહાકા ચ્યા વોનાતાહા. 17 કાહાકા આંય હાચ્ચાં આખતાહાવ, બોજ ભવિષ્યવક્તા એને ન્યાયી લોકહાય તુમા જીં એઅતાહા તીં એરા ઇચ્છા રાખી, બાકી નાંય એએઈ હોક્યા એને તુમા વોનાતાહા તીં વોનાયા બોજ ઇચ્છા આતી, બાકી નાંય વોનાય હોક્યા.
18 “આમી તુમા પોઅનારા દાખલો વોનાયા. 19 વાટેમાય પોડલો બિયારો ચ્યા હારખા હેતા, જીં માઅહું વચન વોનાયે બાકી તારાતુજ સૈતાન યેઇન ચ્યાહા મોનામાઅને વચન વિહરાવી દેહે. 20 બિજા લોક ખડકાવાળી જાગા હારકા હેય જાં વોછોજ બિયારો પોડહે, યાહાટી ચ્યે વચન વોનાયને તારાતુજ આનંદથી માની લેતહેં, 21 બાકી પોરમેહેરા વચન ચ્યાહા મોનામાય ઉંડે નાંય ઉત્યા, ચ્યાહાટી ચ્યે વોછા દિહાપુરતે રોતેહેં, ચ્યા પાછે પોરમેહેરા વચના લેદે જોવે ઓડચણ કા દુઃખ યેહે તોવે ચ્યે તારાતુજ ટાકી પોડતેહે. 22 બિજા લોક કાટાહા જેખરાહા હારકા હેય, ચ્યાહાય તે વચન વોનાય લેદા, એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેના, એને ચ્યે નોકામ્યા જીવન જીવતેહે. 23 બિજા લોક હારી જમીની હારકા હેય, પોરમેહેરા વચન વોનાઈન હોમજેહે, એને ફળબી દેહે; કાદા હોવ ગોણા દેય, કાદા હાંઈટ ગોણા, એને કાદા તીહી ગોણા દેય.”
31 આજુ યોક દાખલો આખ્યો, “હોરગા રાજ્ય યોક રાયે દાણા હારકા હેય, રાયે દાણો લેઈને કાદે પોતાના રાનામાય પોઅયા. 32 બોદા બીયારાહામાય વાહાનો બિયારો હેય, બાકી ઉદહે તોવે તીં બોદા જાડવાહામાય મોઠા જાડ બોની જાહાય, એને આકાશામાય ઉડનારે ચિડેં યેઇન ચ્યા ડાળખ્યેહેવોય ગોરો કોઅતેહે.”
33 આજુ બિજો દાખલો ચ્યાહાન દેનો, “હોરગા રાજ્ય ખમીરા હારકા હેય જ્યાલ યોક થેએયે લેઈને તીન માપ (તીન ચોપે) કુટામાય મોગલી દેના, એને બોદા ખમીર ઓઅઇ ગીયા.”
53 જોવે ઈસુવે બોદા દાખલા પુરાં કોઅયા, તોવે તો કાપરનાહુમ શેહેરામાઅને ચાલ પોડયો. 54 એને પોતાના ગાવામાય ગીયા, એને ચ્યાહા સોબાયે ઠિકાણે હિકાડતો લાગ્યો, ચ્યા હિકાડના બારામાય ચ્યાહાન બોજ નોવાય લાગી એને ચ્યા આખતા લાગ્યા કા, “એલાલ ઓલા જ્ઞાન એને ઓલા ચમત્કાર કોઅરા ગોતી કેછને મિળી? 55 કાય એલો હુતાર્યા પોહો હેય કા નાંય? એલા આયહે નાંવ મરિયમ હેય કા નાંય? એને એલા બાહા યાકૂબ એને યોસેસ એને સિમોન એને યહૂદા હેય કા નાંય? 56 એને એલા બોઅયોહો આમહે આરે હેત્યો કા નાંય? ચ્યાલ ઈ બોદા કેછને મિળ્યાં?” 57 એને ચ્યા બારામાય ચ્યાહાય ઠોકાર ખાદી, બાકી ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ભવિષ્યવક્તાલ બોદે માન દેત, ચ્યા ગાંવ એને પોતાના ગોઆશિવાય કેસુજ માનાવોગાર્યા નાંય રોત.” 58 એને ચ્યાહા વોછા બોરહા લેદે, ચ્યે તાં વોછે ચમત્કારા કામે કોઅયે.
<- માથ્થી 12માથ્થી 14 ->
Languages