1 પાછે ઈસુવે ચ્યા શિષ્યહાન આખ્યાં, “ઈ નોક્કી હેય કા, જ્યો વાતો માઅહાલ પાપા પરીક્ષાયો કોઆડત્યોહો, ચ્યો ઓઅરી, બાકી હાય, ચ્યા માઅહાલ જ્યા લેદે યો વાતો ઓઅત્યોહો. 2 જો યા વાહના માઅને કાદા યોકાલબી પાપામાંય પાડહે, ચ્યાલ બોજ ખારાબ સાજા મિળી, ચ્યાહાટી ઈ હારાં ઓઅતા કા ગોઅટયે પુડ ચ્યા ગોગ્યેમાય બાંદિન દોરિયામાય બુડવી દેયના કોઅતાબી ઈ ખારાબ સાજા હેય. 3 હાચવીન રા કા તુમા કાય કોઅતાહા, જોવે કાદોબી બોરહાવાળો બુલ કોઅહે, તોવે ચ્યાલ હોમજાડ, એને જોવે તો પોસ્તાવો કોએ તોવે ચ્યાલ માફ કોઇ દે. 4 જો દિહ્યામાય હાંત દા તોઆરે બુલ કોએ, એને હાંત દા યેઇન આખે, માન માફ કોઓ મા બુલ જાયહી, તોવે ચ્યાલ માફ કોઓ.”
20 જોવે પોરૂષી લોકહાય પુછ્યાં, કા પોરમેહેરા રાજ્ય કોદહી યેઅરી? ઈસુવે જાવાબ દેનો કા, “પોરમેહેરા રાજ્ય ઓહડા નાંય હેય જેહેકોય તુમા એઅઇ હોકતાહા. 21 એને લોક એહેકોય નાંય આખરી કા? ‘એઅયા, ઈહીં હેય, કા એપેં હેય’ કાહાકા એઆ, પોરમેહેરા રાજ્ય તુમહે વોચ્ચે હેય.”
22 પાછા શિષ્યહાન ચ્યે આખ્યાં, “ઓહડા દિહી યી જોવે તુમા માઅહા પોહા યોકુજ દિહી એરા માગહા, બાકી તુમહાન એરા નાંય મિળી. 23 એને માઅહે તુમહાન આખરી કા ‘એએ, ખ્રિસ્ત તાં હેય!’ નાંય તે ઈહીં હેય! તોવે તુમા મા જાતા, એને ચ્યાહા પાહલા મા દાહું દેતા. 24 કાહાકા જેહે કોઇન જોવે વીજળેહે તોવે આકાશ યોક છેડાને બિજા છેડા લોગુ વીજ ચમકેહે, તેહેકેન માઅહા પોહા દિહી બી ઓઅરી. 25 બાકી પેલ્લા ઈ જરુરી હેય કા, તો બોજ દુઃખ વેઠી, એને યે પેડયે લોક ચ્યાલ દોઆડી દી. 26 જેહેકોય નોહા દિહામાય બોન્યાં, તેહેકેન માઅહા પોહા દિહહયામાય બી ઓઅરી. 27 જ્યા દિહયા લોગુ નોહો ઉડીમાય નાંય ચોડયેલ, ચ્યા દિહી યા લોગુ લોક ખાં-પિયાં આતા, એને ચ્યા વોરાડે બી કોઅતા આતા. એને રેલ યેની એને બોદહાન નાશ કોઅયા. 28 એને તેહેકોયજ આગલ્યાડાયા લોટા દિહામાય, જો સદોમ શેહેરામાય રોતો આતો, ચ્યા લોક ખાં-પિયાં આતા, વેચું આતા, વેચાતાં લાં આતા, જાડેં લાવતા આતા, ગોએ બાંદા આતા. 29 બાકી જો દિહી લોટ સદોમ શેહેરામાઅને નિંગી ગીયો તોદહી આકાશા એછરે આગ એને ગંધક પોડયો, એને બોદા નાશ કોઇ દેના, 30 માઅહા પોહા પાછો યેઅના દિહી બી એહકોયજ ઓઅરી.
31 તોદિહી જો ગોઆ ઉપે ચોડયો ઓરી, ચ્યા સામાન ગાઅમે ઓઅરી તો કાયબી લાંહાટી પાછા નિચે ગોઆમાય નાંય ઉરાય; તેહેકોયજ જો રાનામાય ઓરી તો પાછો નાંય ફિરી યેય. 32 લોટા થેએયે આરે કાય જાયેલ જોવે ચ્યેય પાહલા એઅયા! 33 કાહાકા જીં માઅહું દોરતીવોય પોતે જીવ બોચાવાં માગહે, તો અનંતજીવન ગુમાવી દી, બાકી જો કાદો મા લીદે ચ્યા જીવ દેહે, તો અનંતજીવન મેળવી. 34 આંય તુમહાન આખતાહાવ કા ચ્યે રાતી બેન માઅહે યોકા ખાટલામાય હુતલે રોય, યોક લી લેવામાય યી, એને બિજાં છોડી દેવામાય યી. 35 બેન થેએયો આરેજ બોહીન ગોઅટયે દોળાં બોહી, ચ્યેહેમાઅને યોક લી લેવામાય યી, એને બીજી છોડી દેવામાય યી.” 36 બેન જાંએ રાનામાય રોય, ચ્યાહામાઅને યોક લેવાઈ જાઈ એને યોક તાં રોઈ જાઈ. 37 ઈ વોનાયને ચ્યાહાય ઈસુલ પુછ્યાં, “ઓ પ્રભુ ઈ કેછ ઓઅરી?” ચ્યે ચ્યાહાન જાવાબ દેનો, “જાં મુરદાં હેય, તાંજ ગીદ બેગા ઓઅરી.”
<- લુક 16લુક 18 ->
Languages