4 આમી તુમા પ્રભુ ઈસુપાય યેનહા, જો યોક ઈમારતે પાયામાય થોવલો યોક મહત્વા દોગાડા હારકો હેય, બાકી તો જીવતો દોગાડ હેય. કોલહાક લોકહાય ચ્યાલ નાકારી દેનલો આતો, બાકી પોરમેહેરે ચ્યાલ નિવડયો એને ચ્યાલ બોજ કિમતી ગોણહે. 5 એને જ્યેં રીતે લોક દોગડાહા થી ગુઉ બોનાડતેહે, ચ્યે રીતે પોરમેહેર તુમહાન યોકહાતે યોકા ટોળામાય જોડી રિયહો જ્યામાય પોરમેહેરા આત્મા રોહે, એટલે જીં ઈસુ ખ્રિસ્તાય આમેહાટી કોઅયા, ચ્યાથી તુમા ચ્યા યાજકાહા હારકા જ્યા બલિદાન ચોડાવતાહા, ઓહડે કામે કોઆ જ્યેં પોરમેહેરાલ પ્રસન્ન કોઅતેહે.
6 ઈ તેહેકેનુજ હેય જેહેકેન પોરમેહેર પવિત્રશાસ્ત્રમાય આખહે, “એઆ, માયે યોક મુખ્ય ખૂણા કિમતી દોગાડ નિવડયોહો, જો સીયોન શેહેરામાય ગોઆલ મજબુત બોનાવાહાટી ઉપયોગ કોઅલો જાહાય, એને જો કાદોબી ચ્યાવોય બોરહો કોઅહે, તો શરમાયી નાંય.”
7 ઓ દોગાડ તુમહેહાટી બોજ કિમતી હેય, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, બાકી જ્યા લોક ચ્યાવોય બોરહો નાંય કોએત ચ્યાહા બારામાય પવિત્રશાસ્ત્ર આખહે કા, “જો દોગાડ કોડયાહાય ઉપયોગ કોઅના નકામ્યો ગણ્યો, તો ઈમારતે પાયામાય બોદહાથી કિમતી દોગાડ બોની ગીયહો.”
8 એને પાછી પવિત્રશાસ્ત્ર ઇબી આખહે, “તો ઓહડો દોગાડ હેય જ્યાથી લોકહાન ઠોકાર લાગહે, ઓહડા ખોલકડા હેય, જ્યાથી ચ્યે ઠોકાર ખાતહેં,” કાહાકા ચ્યે વચનાવોય બોરહો કોઅરા નાંય માગેત, યાહાટી ચ્યે ઠોકાર ખાયન પોડી જાતહેં, પોરમેહેરે ચ્યાહા હાતે ઈ ઓઅના યોજના બોનાડીહી.
9 બાકી તુમા પોરમેહેરા નિવાડલા લોક, એને ચ્યા યાજક હેતા, જો રાજા હેય, તુમા લોક પોરમેહેરાહાટી સમર્પિત એને ચ્યા ખાસ લોક હેતા. ચ્યે તુમહાન આંદારામાઅને પોતાના અદભુત ઉજવાડામાય હાદ્યાહા, એટલે તુમા ચ્યા અદભુત કામહા ઘોષણા કોઅય હોકે. 10 પવિત્રશાસ્ત્રામાય હાચ્ચાંજ લોખ્યાહાં, કા તુમા પેલ્લા પોરમેહેરા લોક નાંય આતા, બાકી આમી પોરમેહેરા લોક હેતા. પેલ્લા તુમા પોરમેહેરા દયાલ નાંય જાઅતા આતા બાકી આમી તુમા યાલ જાંઅતાહા કાહાકા ચ્યાય પેલ્લેથીજ તુમહાવોય પોતાની દયા દેખાડીહી.
21 એને તુમહાન યાહાટીજ હાદ્યાહા બી કાહાકા ખ્રિસ્તે તુમહેહાટી દુઃખ ઉઠાવીન, તુમહાન યોક નમુનો દેય ગીયહો કા તુમાબી ચ્યા પાગહા નિશાણ્યેહેવોય ચાલા. 22 પવિત્રશાસ્ત્ર આખહે, “નાંય તે ચ્યાય પાપ કોઅયો, એને નાંય ચ્યે કોદહી જુઠા બોલ્યો, યોક વોખાત બી નાંય.” 23 ચ્યાય નિંદા કોઅનારાહા બી નિંદા નાંય કોઅયી, એને જોવે ચ્યાલ દુઃખ દેના તે ચ્યાય કાદાલ દોમકી નાંય દેની, બાકી ચ્યે પોતે પોતાલ પોરમેહેરા આથામાય હોઅપી દેના જો કાયામ હાચ્ચાયેથી લોકહા ન્યાય કોઅહે.
24 તો પોતેજ આમહે પાપહાલ પોતાના શરીરાવોય લેયને હુળીખાંબાવોય ચોડી ગીયો, જ્યાથી આમા પાપહાહાટી મોઅયન ન્યાયપણાહાટી જીવન જીવજે, એને ચ્યા ઘાવહાથી આમા હારાં ઓઅય ગીયહા. 25 તુમા પેલ્લે ટાકાલા ગેટહા હારકે આતેં, બાકી આમી તુમા ખ્રિસ્તાપાય ફિરી યેનહા જો તુમહે આત્માહા અધ્યક્ષ એને રાખવાળ્યો હેય.
<- 1 પિત્તરનો પત્ર 11 પિત્તરનો પત્ર 3 ->
Languages